Gujarati Quote in Poem by Maitri Barbhaiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોના વોરિયર્સ તરીકે છે ફરજ પર કોઈના પપ્પા,દાદા,કાકા,મામા,

અને જે હોસ્પિટલમાં નિભાવી રહ્યા છે ફરજ એ પણ છે કોઈના માતા,મામી,કાકી,

રહી શકીએ આપણે સુરક્ષિત એટલે જ એ છે આપણી સેનામાં,

અત્યારે જેમ ઇચ્છા થાય આપણને બહાર જવાની,

એમ એ કોરોના વોરિયર્સને પણ જવું છે ઘરે, ત્યાં એમનો પરિવાર જોઈ રહ્યો છે આતુરતાથી રાહ,

આપણે આપીશું જેટલો સહયોગ એટલા જ જલ્દી તે મળી શકશે એમના પરિવારને,

માણસ રૂપી ભગવાન છે આજે બધી જગ્યાએ તેથી જ સુરક્ષિત છે હજુ અમુક રાજ્યો,

માનતા હતા જે સફાઈ કામદાર ને આપણે હરિજન,

આજ એણે પણ ધર્યું છે રૂપ કોરોના વોરિયર્સનુ અને નિષ્ઠાથી સફાઈ કરી રહ્યા આપણી આસપાસ,

સ્થિતિ જો સમજવી હોય કોરોના વોરિયર્સની તો પહેરી જોજો માત્ર એક દિવસ પીપીઈ કીટ, વર્દી અને સહન કરી જોજો આ આકરો તાપ,

જે નથી પહોંચી શકતા હજુ એમના વતન,એની પણ વ્યવસ્થા કરાવે છે સરકાર પાસે કરી અપીલ આ વોરિયર્સ,

બસ જરૂર છે એમને આપણા સહયોગની અને જાળવી રાખીએ શાંતિ,

ન કરીએ હુમલા એ વોરિયર્સ પર કારણ હજુ પણ એમનો પરિવાર એજ આશમાં છે કે આવશે એ પરત ફરજ પરથી અને માણશે સમય બાળકો સાથે પણ!

#કોરોના વોરિયર્સને સમર્પિત!

Gujarati Poem by Maitri Barbhaiya : 111422941
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now