પહેલો ઓરડો (ભાગ-૨)
પછી આગળ વધતાં એક રુમના અર્ધખુલ્લા દરવાજામાં પ્રવેશ્યો ત્યાં જ એક કાકા ઝડપથી પોતાના ઓશીકા નીચે કંઈક સંતાડતા બોલી ઉઠ્યા "કોણ છે ?" મારુ નામ બોલી હુ અંદર ગયો ત્યાં જ કાકા થોડા સ્વસ્થ થયા અને આંખો ચોળતા બેઠા થયા. મે મારો પરિચય આપ્યો છતાં તે હજુ પણ પોતાના વિચારો માં ડુબેલા અને અસ્વસ્થ લાગ્યા તેમની આંખો જોતા લાગતુ જ હતુ કે તે કદાચ રડતા હતા. ઓશિકા નીચે અડધુ બહાર દેખાતું આલ્બમ જોતા મારાથી બોલાઈ ગયું કે કાકા જૂની યાદો ને વાગોળતા હતા કે શુ ? કાકા બોલ્યા મારા ધર્મપત્ની ની યાદ આવી તો એમના ફોટા જોતો હતો આજે એમના સ્વર્ગવાસ ને પાંચ વર્ષ પુરા થયા. પોતાની બે દીકરીઓ ને પરણાવ્યા બાદ પત્ની નો સ્વર્ગવાસ થયો અને પછી ઉંમર થતા કોઈ આજીવિકા ના રહેતા પોતે અહીં આવવું પડ્યું. આવુ બોલતા બોલતા એ પાછા ઢીલા થઈ ગયા. પછી જવા માટે રજા માંગી હું બહાર નીકળી ગયો.
આગળ જતા જ પોતાના રુમ ની બહાર બેઠેલા એક માજી સામેથી બોલી ઉઠ્યા તુ કોણ છે બેટા? મેં મારો પરિચય આપ્યો અને સામે તેમને પણ પોતાનું નામ જણાવ્યું. મારા પરિવાર તથા કામ સંબંધીત તેમણે મને અનેક સવાલો પૂછયા. બીજા બધા વૃદ્ધો કરતા આ માજી વાતો માં ઘણાં ઉત્સાહિત લાગતા હતા. ખબર નહીં કેમ મારા થી પુછાઈ ગયું કે તમે અહીંયા ક્યાંરથી છો ? તેમને એટલા હરખાય ને જવાબ આપ્યો હતો કે જ્યારથી આશ્રમ નો "પહેલો ઓરડો" બન્યો ને ત્યારથી. મને આ વાત ના સમજાઇ તો મેં ફરીથી પૂછ્યું કે હું સમજ્યો નહીં. તો તે ઉભા થયા અને મારો હાથ પકડીને આશ્રમની બહાર લાગેલા બોર્ડ "મમતા વૃદ્ધાશ્રમ" પર આંગળી ચીંધતા બોલ્યા કે "અહીં લખેલું મમતા નામ મારું જ છે અને આશ્રમ નો માલિક એ મારો જ પુત્ર છે કદાચ એને મારા માટે થઈને જ આશ્રમ બનાવ્યો હશે" આ વાક્ય કટાક્ષ માં બોલાવેલુ હતુ કે એમ જ એ નથી ખબર પણ વેદના થી ભરાયેલુ હતુ અને આટલું બોલી પોતાના રૂમ તરફ જવા નીકળી ગયા.
મગજ સુન્ન થઈ ગયું શું બોલું શું કરું શુ વિચારુ એ કઇં જ સમજમાં ન આવ્યુ. ત્યાં જ ટ્રસ્ટી ની એક વાત યાદ આવી જે બોલ્યા હતા કે "મારે પણ પૈસાની તંગી છે જો કોઈ આ વૃધ્ધાશ્રમ લેવાવાળો મળે તો ૫૦ લાખમાં આપી દઉં" ટ્રસ્ટી ના રૂમ સુધી પહોંચતા લાગતી બે મિનિટમાં મને હજારો વિચાર આવી ગયા અને ટ્રસ્ટી ના હાથ માં મારું કાર્ડ આપતા મેં કીધું કે "એક અઠવાડિયા માં આ નામ પર દ્સ્તાવેજ બનાવી દેજો હું તમારું વૃદ્ધાશ્રમ ખરીદી રહ્યો છું" બે પ્લોટ અને બધી જ જમા કરી મુડીના બદલામાં અનેક જીવોની કિંમત આખરે મે લગાવી દીધી ફક્ત તેમનું ભવિષ્ય સુધારવા, તેમની સેવા કરવા અને તેમને વધુ સમજવા.
સંપુર્ણ 🙏