#અનુભવવું
#અનુભવ
તારા શ્વાસ એ જીવનનો અનુભવ છે,
તારા ધબકાર એ સૂરનો અનુભવ છે,
તારી નજર એ મારાં જગતનો અનુભવ છે,
તારું હાસ્ય એ મારી ખુશીનો અનુભવ છે,
તારા શબ્દો એ મારી ભાષાનો અનુભવ છે,
તારા વિચારો મારાં સર્જનનો અનુભવ છે,
જીવું છું એક વિશ્વાસે કે તું મારાંમાં વસે છે;
તારો વિશ્વાસ એ મારી હયાતીનો અનુભવ છે.