દરરોજ ૩૦ થી ૫૦ સ્ટોરીની મૌલિકતા ચેક કરનાર MB ની ટીમ પાસે Bites ની મૌલિકતા ચેક કરવાની કોઈ સુવિધા નથી કે ટીમ નથી એ ખુબજ ખતરનાક સ્ટેટમેંટ લાગ્યું.
મને લાગે છે કે MB એ પોતાની પાસે Bites ની મૌલિકતા ચેક કરવાની કોઈ સિસ્ટમ ના તૈયાર થાય ત્યાં સુધી આ સ્પર્ધા પડતી મુકવી જોઈએ. જેથી કરી MB ની વિશ્વસનીયતા સાથે સ્પર્ધકોના સ્વાભિમાનનું રક્ષણ પણ થઈ શકે અને આમ વિચાર્યું હતું ને તેમ એવા સવાલો પણ ઊભા ના થાય.
હું જ્યાં સુધી આ સમસ્યાનો યથા યોગ્ય નિર્ણય ના આવે ત્યાં સુધી #સ્પર્ધામાં કોઈપણ Bites મૂકવાનો નથી. કારણ કે મારું સ્પષ્ટ માનવું છે કે હા અમે જોઈ રહ્યા છીએ, વિચારી રહ્યા છીએ, યોગ્ય કરીશું કાંઈક એ કોઈપણ રીતે યોગ્ય જવાબ નથી. આ મત હમેશાં નવા સવાલો લઈને આવશે.
બીજી એક ખાસ વાત કે જો MB નું મેનેજમેંટ એવું માને છે કે એમની આ સ્પર્ધા લાવવાનો આશય પરિપૂર્ણ થયો નથી તો હજુ સુદી આ સ્પર્ધા કેમ ચાલી રહી છે.!?
મિત્રો, વડીલો, સ્નેહીઓ મારી નોર્મલ Bites નો પ્રસાદ તો મળતો રહેશે. So Enjoy Bites.
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...