હે માનવ, ખુબ દોડી લીધું
હવે થોડોક પોરો ખા.
જંગલો કાપ્યા, પદૂષણ વધાર્યું
વાયુ, જળ ને જીવન ઘટાડ્યું.
હવે થોડોક પોરો ખા...
ધરા પર તે કચરો ફેલાવ્યો
ગરમીનો તે પારો વધાર્યો
હવે થોડોક પોરો ખા...
કુદરતે સર્જેલી આકૃતિ
તે મેલી કરી આ પ્રકૃતિ
હવે થોડોક પોરો ખા..
પોતાનાઓ સાથે ફરી જીવતા શીખવાડવા
લાગે કુદરતે આ ચક્રવહયું ચલાવ્યો
હે માનવ હવે થોડોક પોરો ખા...હર્ષાલી આહીર 😇