અનુભવ કહે છે ....
માણસ અનુભવથી જ પરિપૂર્ણ થાય છે.
અનુભવો કહે છે ...
સત્ય હમેશા કડવું જ લાગે છે.
અનુભવ કહે છે ...
જયારે ઘાવ બહુ આંતરિક અને ઊંડા હોય તો તે પોતાના જ કોઈ એ આપેલા હોય છે.
અનુભવ કહે છે ...
માણસને સ્વાર્થ પૂરો થઇ જાય તો તે બદલી જાય છે.
અનુભવ કહે છે ...
જયારે માણસને મતલબી થઇ જાય છે . ત્યારે તે લોહીના સંબંધો પણ ભૂલી જાય છે .
....... Dhara vyas......
અનુભવે કહે છે ...
જે કડવો અનુભવ પોતાના પાસેથી મળે છે .તે બહુ પીડાદાયક હોય છે.
અનુભવ કહે છે ...
અહીં લોકો તમારા સામે તમારા ને મારા સામે મારા થઈને જ રહે છે .
અનુભવ કહે છે ...
જ્યારે જિંદગી જોકર બની હસાવે અને રડાવે છે. ત્યારે તેમાં પોતાનું જ શામેલ હોય છે .
અનુભવે કહે છે ...
સુખમાં બધા સાથે હોય છે .દુઃખ મા નહિ .
અનુભવ કહે છે ...
જે તમારી નજીક અંગત રહેલા છે .તે જે ઘાવ આપે તે બહુ અસહ્ય હોય છે .
અનુભવ કહે છે...
જે તમને પોતાના લોકો કડવો અનુભવ કરાવશે તે દુનિયામાં કોઈ ન કરાવી શકે .
અનુભવ કહે છે...
આ બધું કડવુ બહુ લાગે છે .પણ તે જ સત્ય હકીકત છે .
અનુભવ કહે છે ...
જ્યારે બધા જ છોડી દે છે ત્યારે પિતા રૂપી છાયા અને માતૃપ્રેમ હંમેશા આપની સાથે જ હોય છે.
#અનુભવવું