સુખનો નહિ, દુખનો થજે સાથી
સુખ ના સાથી હોય ઘણા, દુખ ના ભાગ્ય જ હોય છે કોઇ
દૌલત અને શોહરત હોય ત્યાં દૌડ મુકે હર કોઇ
ખુરસી ની બોલ બાલા પણ જાણે છે હર કોઇ.
પણ
ગરીબ ના નસીબ ગરીબ, આવે ન ભાઈ ભણ્ડુઓ બી કરીબ
ગરીબી છે એક શ્રાપ સમાન, ભાગે દુર, આવે ન કોઇ કરીબ
એમાં જો આવે માંદગી તો તો જીવતા જીવત માર્યો જાય ગરીબ
ખોટાં છે, પણ આં જ પ્રચલિત છે; દુનિયનો માનો છે આં દસ્તુર
પોતાના ગરીબ ભાઈ, બહેન ને કરે પરાયા, પોતાનાથી કરે દુર.
પૈસાના પુજારીઓ, ખુરસી ના ભક્તો, પત્થર હૈયાંના છે, સાચેજ ક્રુર.
હૈયું રાખજે તારુ કોમળ, કરતો ના તુ નફરત, ભલે માનવી હોય ગરીબ
બોલજે બોલ પ્રેમાળ, ભગવાને આપી છે આં માટે જ તને જીભ
હોય છે ગરીબને બી તારા જેવુંજ દિલ, ભલે હોય એ ગરીબ.
Armin Dutia Motashaw