Gujarati Quote in Poem by માહયાવંશી દિવ્યેશ.એમ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

¤ માન ¤

જીવ આવ્યો અનંત અંતરથી ,
જોઈએ માન સારા સંસારથી !

માત ને કાજ આવ્યો જગ માં ,
તોયે રહ્યો પુરા અભિમાનમાં !
માન ની મગરૂર માં માનવ મુકાયો મઝદાર માં......


સાચું ખોટું કરતો રહ્યો ,
આનંદ વિલાસમાં ફરતો રહ્યો !

અપમાન સાથે કદી ના જીવ્યો ,
માન માટે મોહન બન્યો!
માન ની મગરૂર માં માનવ મુકાયો મઝદાર માં......


મન - માની જિંદગી તે જીવી ,
સુખ- સાગર મા યાદ કોઈની ના આવી !

મદ - મસ્તીમાં અભિમાન તારું બોલે ,
દુઃખમાં માનભેર સારથિ ગોતે !
માન ની મગરૂર માં માનવ મુકાયો મઝદાર માં......


માયારૂપી મહેલમાં માન પાન તારા ઘવાયા ,
શબ્દોના બાણ થી સ્નેહીને શિકાર બનાવાયા !

સંબંધોના તાંતણા તારાથી ના સચવાયા ,
અર્થનો અનર્થ કરી માન ને મોટા બનાવાયા !
માન ની મગરૂર માં માનવ મુકાયો મઝદાર માં......


મોહ - માયા નું મટકુ ફોટ્યું ,
જીવને જયારે અંધારું માંડયું !

માન-અપમાન સૌ આઘા સરકયા ,
અંતિમ વેળા કોઈ પાસે ના દીઠયાં !
માન ની મગરૂર માં માનવ મુકાયો મઝદાર માં......



માહયાવંશી દિવ્યેશકુમાર.એમ
D - 3/05/2020
6.35 PM

Gujarati Poem by માહયાવંશી દિવ્યેશ.એમ : 111420591
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now