Gujarati Quote in Blog by Jay chudasama

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહત્વનું કોણ....

એ દિવસ હું ખૂબ જ થાકી ગયેલો, કેમકે અને પ્રોજેકટનો લોડ એટલો બધો હતો કે સવારે 7 વાગ્યાનો હું રાજકોટ જવાં નિકળી ગયો હતો અને છેક રાતે 10 વાગ્યે ઘરે પાછો આવ્યો હતો, ઘરે આવતાની સાથે જ જમવાનું તો મન નહતું એટલે ફટાફટ મે નાઈડ ડ્રેસ પહેર્યો અને ઉપરના રૂમમાં જઈને Laptop હાથમાં લઈને બીજા દિવસ આપવાના એ Presentation ની તૈયારીમાં લાગી ગયો. પણ આખા દિવસનો લાગેલો એ થાક થોડો વધારે જ હાવી થઈ ગયો અને કયારે ઉંધ આવી ગઈ એની ખબર જ ના રહી, અને અચાનક જ ફોન રણકી પડ્યો અને સ્કીન પર જોતાં જ એનું નામ લખેલું દેખાયું. પહેલીવારમાં તો મે ફોન રિસિવ કરવાનું ટાળ્યું, પણ એણે ફરીથી ફોન કર્યો એટલે મે ફોન ઉઠાવ્યો. ફોન ઉઠાવતાની સાથે જ એ પહેલો શબ્દ બોલી...
''Hi, આઈ એમ સોરી''
''પણ, સોરી શા માટે?''
''બસ એમ જ મન થયું''
''એમ પણ તારૂ મન થાય એજ કરે છે તું''
''તારૂ પણ મન ના થયુંને મને યાદ કરવાનું''
''જયાં મારી જેમ ઘણાં લોકોને મહત્વ અપાતું હોય એ જગ્યા પર જઈને પણ હું શું કરું?''
''હાં, મારું એવું જ છે, હું કોઈ એક વ્યક્તિને મહત્વ ના આપી શકું, મારાં જીવનમાં ઘણાં મહત્વના લોકો છે''
''એટલે જ હું યાદ કરું કે ના કરું તને ફર્ક ના પડવો જોઈએ''
''ફર્ક નથી પડતો એટલે જ કદાંચ અત્યારે તને ફોન કરીને આ બધું કહી રહી છું''
''અને આ સાંભળીને મારે તારી એ બધી જ ભુલોને ભુલી જવાની?''
''વ્યક્તિ મહત્વની હોય તો ચોક્કસ ભૂલી જવું પડે''
''સાચી વાત કહી, ચલ હવે હું પણ એ બધી ભૂલો કરી જોઉં, પછી જોઈઅે કે વ્યક્તિ મહત્વની છે કે ભુલ''
અને ત્યાં જ અાંખ ખુલી ગઈ અને એનો વળતો જવાબ સપના પુરૂ થતાં જ એક રહસ્ય બનીને દફન થઈ ગયો.

Gujarati Blog by Jay chudasama : 111420526
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now