Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેય પણ આપણે એવું નથી ઈચ્છતા કે આપણી કોઈ ચીજની ચોરી થાય કે ગુમ થઈ જાય. કોઈ પણ પ્રકારની ચોરીને અશુભ માનવામાં આવે છે, પણ જ્યોતિષ અનુસાર બૂટ-ચપ્પલ ચોરાય જાય તો શુભ માનવામાં આવે છે. જો સનિવારના દિવસે આવું થાય તો શનિના દોષમાં રાહત મળે છે.

આમ તો ચોરી હોવાથી આપણા પૈસાનું તો નુક્શાન જ થાય છે, પણ બૂટ-ચપ્પલની ચોરીને શુભ માનવામાં આવે છે. વિશેષ તો જો શનિવારના દિવસે ચામડાના પગરખાની ચોરી થાય તો તે વધારી સારું સમજવું જોઈએ. જે લોકો પગરખા ચોરી થવાના જ્યોતિષીય લાભ જાણે છે તે શનિ મંદિરમાં પગરખા જાતે છોડીને ચાલ્યા આવે છે.

આખરે શનિવારના બૂટ-ચપ્પલની ચોરી થવાથી શું લાભ થાય છે?

આવું કેમ માનવામાં આવે છે કે ચામડાના પગરખા ચોરી થઈ જાય તો બધી પરેશાની તેની સાથે ચાલી જાય છે? હકીકતમાં આ માન્યતા જ્યોતિષીય આધાર પર પ્રચલિત છે. જ્યોતિષ શાસ્ત્રમાંશનિને ક્રૂર અને કઠોર ગ્રહ માનવામાં આવે છે. શનિ જ્યારે કોઈ વ્યક્તિને વિપરિત ફળ આપે છે તો તેને સખત મહેનત કરાવડાવે છે અને નામ માત્રનું ફળ આપે છે. જે લોકોની કુંડળીમાં સાડાસાતી કે અઢીયા હોય, કે જેની રાશિમાં સારા સ્થાન પર ન હોય, તેને ઘણી પરેશાનિઓનો સામનો કરવો પડે છે. શનિવાર શનિનો માનવામાં આવે છે.

આપણા શરીરના અંગ પણ ગ્રહોથી પ્રભાવિત થાય છે. ત્વચા અને પગમાં શનિની ચરબી માનવામાં આવે છે. પગ અને ચામડીથી સંબંધી વસ્તુઓ શનિના નિમિત્ત દાન કરવામાં આવે તો ઘણા શુભ ફળ પ્રાપ્ત થાય છે અને પગ તથા ત્વચા સંબંધિત બીમારીઓમાં પણ રાહત મળે છે.

આપણી ચામડી અને પગના કારક ગ્રહ શનિ છે. આથી ચામડાના પગરખા જો સનિવારની ચોરી થાય છે તો માનવું જોઈએ કે આપણી પરેશઆની ઓછી થઈ રહી છે. શનિ હવે વધારે પરેશાન નહીં કરે. શનિવારના શનિમંદિરમાં પગરખા છોડી દેવાથી કષ્ટ ઓછું થાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111420033
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now