ધારું તો શ્વાસ પર તારું નામ લખી દઉં.
આ શ્વાસ થી એ શ્વાસ સુધીની ચાદર વણી દઉં.
તું કહે તો હવા માં તારી સુગંધને મહેકાવી દઉં.
લાગણીઓનું ચણતર કરી, પ્રેમનો મહેલ બનાવી દઉં.
કાગળ ને કોરો મૂકી ને ક્યારેક હું એવું ઝંખી લઉં,
હાથ તારો લાંબાવે તો સ્પર્શ નું કાવ્ય લખી દઉં.
વરસાવી મારાં પ્રેમને આકાશ સામે કબૂલાત કરી લઉં.
માનમાં તારા સપને મારાં હદયમાં વસાવી લઉં..
સોહમ બ્રહ્મભટ્ટ
#માન