માધવ ક્યાંય નથી મધુવનમાં,
સલવાયો છે રૂક્ષ્મણી સાથે કિચનમાં.
રાધા કરે છે વિલાપ ગોકુલ ટાઉનમાં,
પરંતુ કેમ કરીને જવું આ લોકડાઉનમાં.
પહોંચવું છે ગોપીઓના મન સુધી,
પરંતુ રાસલીલા બંધ છે હમણાં જૂન સુધી.
માસ્ક બાંધીને પણ જતો રહે હમણાં જ રાધાના ગામમાં,
પરંતુ રૂક્ષ્મણીએ બાંધી રાખ્યો છે એને ઘરકામમાં.
સુદર્શન કયા વાપરીશ આ ક્યાં કંસ છે...?
ઘરમાં રહીને જ મારી શકાય આ તો કોરોનાના દંશ છે...!
સખાઓ નીકળતા નહી આવી ધુલાઈમાં,
માધવ મળશે તમને હવે છેક જુલાઈમાં
#coronafun
😌😅😌😅😌