#ભવ્ય
પહેલા તો તારા દાદા પગાર આવે કે તરત જ બધો જ પગાર મને આપી દેતા. પછી એમાંથી હું ભગવાન ના પૈસા અલગ કરી દેતી પછી જ ઘરની બધી વસ્તુ લાવવા માટે માટે પૈસા વપરાતા. ઘણી વાર તો મહિનાના છેલ્લા દિવસોમાં પૈસાની બહુ તાણ પડતી પણ ભગવાન ના પૈસા ન વપરાતા . જરૂર પડ્યે ભેગા કરેલા પૈસા કોઈ સારા કામ માં વપરાતા. " આમ બોલતા બોલતા વિમળા બા જાણે ભૂતકાળ માં ખોવાઈ ગયા. ગમે તેવો પણ વિમળાબા માટે એમનો ભૂતકાળ ભવ્ય હતો એવું કોલેજ માં ભણતી પૌત્રી અંશિકા વિચારી રહી.