મારી જનમટીપ’માં તો સાવરકરજી એ એમના જીવન દરમ્યાનની વાત કરી છે પરંતુ આ ડૉ. શરદ ઠાકર લિખિત ‘સિંહપુરુષ’ માં તો એમના અવસાન બાદ પણ કેવા કેવા રાજકારણ રમાય છે એના પર લખ્યું છે અને એ રાજકારણ પરથી તો ડૉ. શરદ ઠાકરને આ ‘સિંહપુરુષ’ લખવાની પ્રેરણા મળી એના કરતા લખવાની ફરજ પડી એમ કહી શકાય.
‘મારી જન્મટીપ’માં દાયકાઓ પહેલાની ભાષા અને ઉપરથી અનુવાદ હોવાથી ‘સિંહપુરુષ’ વાંચવા માટે મન દ્રઢ થયું. અને જ્યારે ‘સિંહપુરુષ’ની પ્રસ્તાવના વાંચી ત્યારે થયું કે કોઈપણ લેખકના કોઈપણ પુસ્તક વાંચ્યા પહેલા જ અભિપ્રાય બાંધી લેવો એ ન તો માત્ર મુર્ખામી છે બલ્કે એમનો દ્રોહ પણ ગણાય!
હવે જયારે ‘સિંહપુરુષ’ વંચાય ગઈ ત્યારે એવા તારણ પર પહોંચ્યો છું કે દરેક દરેક ભારતીય, આમ તો (ગુજરાતીમાં હોવાથી) ગુજરાતીઓએ આ ‘સિંહપુરુષ’નું વાંચન ફરજીયાત કરવું જોઈએ જેથી જેઓના મનમાં અન્ય લોકોએ સાવરકરજી અંગે ખોટી ધારણા બંધાવી છે એનો છેદ ઉડી જાય અને ખ્યાલ આવે કે આ માણસ કેટલો બહુમુખી પ્રતિભાશાળી હતો!
ફેસબુક હોય કે રૂબરૂમાં મને જ્યાં પણ આ પુસ્તક વિશે વાત કરવાની થઇ છે, હું એક વાત ખાસ કહું કે આ વાંચ્યા પછી કમ સે કમ થોડા દિવસો માટે તો માનસિક અસ્વસ્થતા આવી શકે એવી તૈયારી રાખજો. કેમ કે સાવરકરજીને તો ૧૯૪૭ પછી એટલે કે સ્વતંત્રતા બાદ પણ જાણે કાળાપાણીની સજા સમાપ્ત ન થઇ. અને તેઓને સતત અવગણવામાં આવ્યા અને છેલ્લે છેલ્લે તો ગાંધીજીની હત્યા કેસમાં પણ ‘ફિટ’ કરી દેવાનો પૂરો કારસો રચવામાં આવ્યો, જેમાંથી તેઓ આ કેસ સાથે સંકળાયેલ નથી એ સાબિત તો થઇ ગયું પણ સ્વાભાવિકપણે ત્યારબાદ ઘણા જ વ્યથિત અને વિક્ષિપ્ત થઇ ગયા હશે ! મને લાગે છે કે તેઓએ ફ્રાંસના માર્સેલ્સના દરિયામાં જંપલાવ્યું અને કમનસીબે પકડાય ગયા ત્યારે કે કાળકોટડીમાં એમના પર જે દમન ગુજારવામાં આવ્યું ત્યારે કે પછી પોતાના ભાઈઓ એ જ જગ્યાએ એટલે કે આંદામાનમાં છે એ ખબર પડી અને મિલન-મુલાકાત ન થઇ ત્યાં સુધી કે પછી એમના લાડકવાયાને ભગવાને છીનવી લીધો ત્યારે જે દુઃખ, જે દર્દ થયું હશે એનાથી વધુ ત્યારે થયું હશે કે એમની નિયત પર એમની દેશભક્તિ પર આવો કુઠારાઘાત?
આંદામાનમાં કાળાપાણીની તન-મન તોડી નાંખનાર સજા દરમ્યાન આત્મહત્યાના પણ વિચાર આવેલ પરંતુ તેઓ પર કુદરત અને આપણા તરફથી કહેર વરતાવવાનો હજી બાકી હશે કે આત્મહત્યાના વિચારને અમલમાં મૂકી શક્યા નહિ પણ ત્યાં ય શાંતિથી બેઠા ન રહ્યા કે ન તો રેંટીયો કાંતતા રહ્યાં. પણ હિન્દુમાંથી મુસ્લિમ બનાવવાની ધર્માંતર પ્રવૃત્તિ અટકાવી, સાહિત્ય તો રચ્યું પણ એને ઉતારવા માટે જેલમાં કોઈ સાધન ન મળતા તેઓ જેલની દીવાલો પર ખીલ્લીથી લખતા અને કંઠસ્થ કરતા રહ્યાં, સાથોસાથ અન્ય લોકોને અક્ષરજ્ઞાન આપતા આપતા લોકોને જેલમાં વાંચતા કર્યા, પુસ્તકાલય ઊભું કર્યું. તેઓ જેલમાં રહ્યાં પણ અન્ય લોકોને છોડાવવા એમનો ‘કેસ લડ્યા’, એ ધારત તો શરણાગતિ સ્વીકારીને આઝાદ થઇ શક્યા હોત, કરોડો જ નહી કદાચ અબજો રૂપિયા પણ કમાઈ શક્યા હોત, આમ પણ ‘સિંહપુરુષ’ અમથા થોડા કહેવાયા છે? એમની દુરંદેશી પણ ગજબની હતી, તેઓએ ભારતના ભાગલા અને કાશ્મીરની વિશે જે ભવિષ્ય ભાખ્યું એ કમનસીબે ગાંધી-નેહરુની ટૂંકી દ્રષ્ટી તેમજ નબળા મનને લીધે સાચું પડ્યું.
શબ્દો ની લીમીટ પુરી થઈ ગયી એટલે વધુ નહિ લખાય
વંદેમાતરમ …. જય હિન્દ…. ભારત માતાની જય
#ભવ્ય