કેવું ગજબ છે આ સંબંધોનું શાસ્ત્ર
જીવ્યા, જીવવાનું અને જીવીશું
ક્યારેક હતા સાથે, આજે યાદો સાથે
ને કાલે ભૂસાઈ ગયેલા નામ સાથે.
જીવનની ગાડી બસ આમ જ ચાલતી
જેમાં દરેક સ્ટેશન પરથી કોઈ
નવું મુસાફર આપડાં જીવન રુપી
ગાડીમાં કોઈ નક્કી કરેલી જગ્યાની
ટિકીટ લઈને બાજુમાં આવીને બેસી જશે
તમારી એ મુસાફરીમાં તમારો
હમસફર બની જશે
જયાં સુધી એની નક્કી કરેલી જગ્યા
નહી આવે ત્યાં સુધી બેસશે
જેવી જ એની નક્કી કરેલી જગ્યા
આવશે તમને કહ્યાં વગર અથવા તો
ઉપરછલ્લું કહીને જ ત્યાં જ
એ મુસાફર તમારાં જીવન રૂપી
ગાડી માંથી ઉતરીને જતો રેશે
ફરી નવું સ્ટેશન આવશે ફરી કોઈ
નવાં મુસાફરનું આગમન થશે
અને આ ગાડી બસ ચાલ્યા જ કરશે.