ગરવુ મારું ગુજરાત.. અને ગરવી મારા ગુજરાતની ગાથા..
મળો જો સામા તો હોંકારો દે, ફરો જો ઉંધા તો સાદ દે..!
જાણિતા જ નહિ અજાણ્યાં ને પણ આવકારો દે,
પુછો જો વાટ તો ભાળ નહી ઘર સુધી નો સથવારો બને...
મીઠુંડા અહીના માનવી, અને એથીયે મીઠી મારા ગુજરાત ની ભાષા..
સાહેબ ખારા 'નમક' ને પણ મીઠું કહી બોલાવે એવી મારી માતૃ ભાષા ની મહાનતા..
શબ્દે શબ્દ માં માન જળવાય.. અને કહેવાની રીત માં મલાજો..
ગરવુ મારું ગુજરાત અને ગરવી મારા ગુજરાત ની ગાથા..
ગરવો ગિરનાર..અને ઉજળું મારું સોમનાથ મહાદેવ નુ ધામ...
વળી દેશ નો સૌથી લાંબો દરિયાકીનારો ને એમા વચ્ચે બિરાજમાન દ્વારકાધિશ..
ડુંગરે ડુંગરે જગદંબાઓ બિરાજે.. ને વળી બિરાજે ઋષી મહાત્મા.
રણ ની વચ્ચે દેશદેવી બિરાજે..ઉજળી કચ્છધરા ને ઉજળું કચ્છ નું એ સફેદ રણ..
સૌરાષ્ટ્ર, કાઠીયાવાડ તો વડી સોરઠ ને ગુજરાત..
ગોહિલવાડ ને ભાલ,ઝાલાવાડ.. જેવા જુદા જુદા પ્રાંત..
ભાત ભાત ના ખાણાં.. એમા વળી કચ્છી, કાઠીયાવાડી,ને ગુજરાતી..
વખણાય ગિરના સિંહ તો વળી બાકી ના રહે ગિર ની કેરી..!
ભાત ભાત ના રજવાડા સાથે ઉજળી શૌર્ય ગાથા..
રક્ષા ના કર્મ ને ક્ષત્રિયો નિભાવે.. શુભ-ધાર્મિક કર્મકાંડ બ્રાહ્મણ..
વૈશ્યો એનો વ્યાપાર સંભાળે.. કરે કર્મ એન શુદ્રો..
હળીમળીને સૌ સાથે રહે.. આપે એકબીજાને માન સન્માન..
નર્મદા ના વહેતા જ્યાં ખળખળ નીર...સાથે સાબરમતિ ને મચ્છુ..
આસ્થા જ્યાં લોકો ના હૃદય માં બિરાજે, સરસ્વતિ વિરાજે જીભ માં..
અઢારે વરણ જ્યાં પ્રેમ થી બિરાજે..નથી ધર્મ જાત નો ભેદભાવ..
હાથે હાથે નવી કલા.. તો વળી ભિન્ન ભિન્ન વ્યક્તિ.. ને ભિન્ન ભિન્ન આવડત..
પીર, ઓલિયા, માં, ભગવાન ને જ્યાં સમ ભાવે પુજાય..ઉજવાય જયાં સર્વ તહેવાર..
હિંદુ મુસ્લિમ એકતા નું પ્રતિક.., છે ઉજળું ગુજરાત
વિશ્વ જેના ઝડપી વિકાસ ની ગાથા ગાતું ..,આપતુ ઉદાહરણ.. ગુજરાત નું..
ગાય ને જ્યાં માતા મનાય.. પુજાય નદી પર્વત ને વાયુ..
હિંદુ સંસ્કૃતિ ને નસે નસ માં વસાવતું ગરવુ આ ગુજરાત..
ગરવું મારું ગુજરાત ને ગરવી આ ગુજરાત ની ગાથા..
પ્રિયંકાબા ઝાલા' ક્ષત્રાણી ની કલમે✒'
#ગુજરાત_સ્થાપના_દિવસ #gujarati #man #abhiman #garv