Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

When Ekadashi on Wednesday on that day do this thing have very nice benefit.

સાંસારિક નજરથી માણસનુ ધનવાન હોવું એ એક વરદાન માનવામાં આવે છે. તેનાથી વિપરિત ધનનો અભાવ એક પ્રકારનો શ્રાપ છે. કારણ કે સુખી, શાંતિ અને પુરૂષાર્થની પ્રાપ્તિમાં ધર્મશાસ્ત્ર પણ ધનનું મહત્વ બતાવે છે. બીજી બાજુ ધનની કમી કે દરિદ્રતાથી અનેક સંતાપ તથા કલહથી ઘેરાઈ જઈ નિરસ તથા નિર્થક થઈ જાય છે.

આ કારણ છે કે દરેક માણસ દ્વારા ઘર-પરિવારના સુખ માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં ધન-સંગ્રહ પણ એક થાય છે. પરંતુ વિપરિત હાલતથી ધનનો અભાવ, બરકત ન થવી કેસખત મહેનતથી પમ ઓછો ધન લાભ થવો જેવી પરેશાનીઓ સહન કરવી પડે છે.

ધાર્મિક ઉપાયોમાં ધનથી જોડાયેલ ઈચ્છાઓને પૂરાકરવા અને સમસ્યાઓના અંત માટે કાલે વૈશાખ એકાદશી તથા બુધવારના સંયોગમાં વિઘ્નહર્તા શ્રી ગણેશની સાથે એશ્વર્યની દેવી મા લક્ષમીના નીચે જણાવેલા મંત્રથી ધ્યાન કરવું શુભ થાય છે. જાણો, આ મંત્ર અને આસાન વિધિ –

- બુધવારના દિવસે દેવાલયમાં ભગવાન ગણેશ તથા લક્ષ્મીની મૂર્તિ કે તસ્વીર પર પવિત્ર જળ છાંટવા કે સ્નાન કરાવો.

- હળદર અને કંકુ મેળવીને ભગવાન ગણેશ તથા લક્ષ્મીને લગાવો, ચોખા, પીળા ફૂલ, વસ્ત્ર ગણેશને અર્પમ કરો અને લાલ ફૂલ અને વસ્ત્ર માતા લક્ષ્મીને અર્પણ કરો.

- તેના પછી ફૂલ તથા ચોખા હાથમાં લઈને નીચે લખેલા લક્ષ્મી વિનાયક મંત્રનું ધ્યાન ધન બાધાઓ અને દરિદ્રતાના અંતની કામનાની સાથે કરો –

दन्ताभये चक्र दरो दधानं,

कराग्रगस्वर्णघटं त्रिनेत्रम्।

धृताब्जया लिंगितमब्धिपुत्रया

लक्ष्मी गणेशं कनकाभमीडे।।

- અર્થ છે - જમણા હાથમાં દંત-શંખ, ડાબા હાથમાં અભય મુદ્રા તથા ચક્ર ધારણ કરનાર શ્રી ગણેશ અને આપના હાથમાં કમળ તથા સોનાનું કડું ધારણ કરનાર માતા લક્ષ્મીની હું વંદના કરું છું.

- શ્રી ગણેશ-લક્ષ્મીની આરતી કરી ઘરના ખૂણે-ખૂણામાં દીપજ્યોતિ ફેરવો અને ગ્રહણ કરો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111417724
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now