સત, ચિત્તને આનંદ મળીને બને છે ઈશ.
એમાં સદાય થઈને રાજી એ રમે છે ઈશ.
નથી વિરોધી આનંદનો અધ્યાત્મ જગતે,
ક્રમે ક્રમે એમાં જ આગળ વધે છે ઈશ.
નિજાનંદ, પરમાનંદ , બ્રહ્માનંદ રૂપ એનાં,
સચ્ચિદાનંદ સ્વરૂપે સહુને ગમે છે ઈશ.
આનંદ નથી હોતો કદી પરિસ્થિતિજન્ય,
સ્વસ્થ મનોદશામાં હંમેશા વસે છે ઈશ.
ચિત્તની પ્રસન્નતા પરમાત્માની હાજરીને,
પ્રસન્ન રૂપે પરમેશ ખુદ જ તમે છે ઈશ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.