ચાલો એક વાતથી શરૂઆત કરું. એક વાર એક ઓળખીતા મળી ગયા. પુછ્યું 'કેમ છો? મઝામાં?' મેં કહ્યું 'ના, આનંદમાં'. તો એ કહે કે 'મજામાં અને આનંદમાં શો ફેર?' એટલે મેં જવાબ આપ્યો હતો કે મઝામાં રહેવા માટે પૈસા જોઈએ અને આનંદમાં રહેવા માટે મિત્રો.
પૈસાથી મળેલો આનંદ તો પૈસા પૂરા થતા જ પતી જશે. પરંતુ મિત્રો સાથે વિતાવેલી ક્ષણોની યાદોથી મળેલો આનંદ જિંદગીભર રહી જાય છે.
મોટા ભાગે તો જેમને બાહ્ય આનંદમાં રહેવાની આદત હોય છે ને એ જ વધારે દુઃખી થાય છે. આંતરિક આનંદવાળાને કોઈ દુઃખી કરી શકતું નથી. માટે જ પોતાનામાં જ મસ્ત રહો. કોઈની પણ અપેક્ષા ન રાખો.
આપણો આનંદ આપણા હાથમાં જ હોવો જોઈએ, કોઈ બીજાનો એના પર કોઈ અંકુશ ન હોવો જોઈએ તો જ સાચી રીતે એ આનંદને માણી શકાશે.
#આનંદ