આજ અને કાલની વચ્ચે રહેલી દરેક ક્ષણને આનંદ સાથે વિતાવવી ખુદનાં હાથમાં છે. આનંદ તો સર્વત્ર રહેલો છે. જીણી નજરે જોઈએ તો આનંદ જુદા જુદા ખોળિયા બદલીને બધે જ વસે છે. ફક્ત દ્ષ્ટિ કેળવીએ તો ચોતરફ આનંદ જ આનંદ છે. આનંદ અલગ અલગ વ્યકિતનાં મનની સાથે ને એનાં વિચારોની સાથે સીધો સંબંધ ધરાવે છે. આનંદ એ જ જીવનનો ઉત્સવ ને તહેવાર છે.
નિશિતા પંડ્યા