તારા શબ્દને સાંભળવા આતુર
તારા પગલાંમાં પગ મૂકવા ઉત્સુક
શું અને કયાં નો છેડો શોધતી નથી,
પ્રેમની સાબિતી આ શું પૂરતી નથી?
કાલ કોને ખબર કેવી હશે,
નિયતિનું કામ નિયતિ કરશે
પગલાં ભલે રેતીમાં હોય
ચારને બદલે બે દેખાય,
સાથે એવું ચાલી લઇએ,
યુગોને છોડ ! ચાલ,
ક્ષણોને ઉજવી લઇએ.
--વર્ષા શાહ
#નિયતિ