રૂખસત કોઈ કારણે, ઈનામ નથી હોતી,
મિલનની ઝંખના, કદી સજા નથી હોતી;
દિલ્લગી છે જરૂર એ, રૂસણા મનામણાં,
તસલ્લી માનો તમે, તસલ્લી નથી હોતી;
ફુલો ની સેજ બિછાવે , દુશ્મનો શું કામની,
કાંટાની હાજરી એમાં, દુશ્મની નથી હોતી?
વિલખતા હ્દયે નીરખી,રહ્યા છે ક્ષિતિજ ને,
ધરતી આકાશની ત્યાં,મુલાકાત નથી હોતી;
ગુજરી જશે કાળના ,પ્રવાહમાં તણાઈ બધું,
સમયની હાજરી, રૂહાનીયત માં નથી હોતી;