#નિયતિ
ના નિયતિ જાણી શક્યો જાનકી નો નાથ (રામ ભગવાન)
તો નિયતિ જાણવા ચાંદ તારા નો ઓથ શાને ?
ના જાણ્યો નિયતિ પાંડવો નો સખો ક્યારે થશે વનવાસ
તો જ્યોતિષી ના આટલા ઉધામા શાને ?
હાથ ની રેખા અને કપાળ પર નથી વચાતી
નિયતિ
તો હાથ જોવા વાળા ઓ ની ભરમાર શાને ?
ખરાબ નિયતિ પછી સારી નિયતિ આવેજ છે
એ જાણવા છતાં આટલી હાઈ બળતરા શાને ?