હું મૃત્યુ પામીશ અને તું ફૂલો મોકલીશ..
જે હું જોઈ નહી શકું, તું હમણાં જ ફૂલ મોકલને !
હું મૃત્યુ પામીશ અને તારા આંસુ વહેશે, જેની મને ખબર નહીં પડે, તું અત્યારે જ થોડું રડને !
હું મૃત્યુ પામીશ અને તું મારી કદર કરીશ, જે હું સાંભળી નહીં શકું, તું એ બે શબ્દો હમણાં જ બોલને !
હું મૃત્યુ પામીશ અને તું મારા દોષો ભૂલી જઈશ, જે હું
જાણી નહીં શકું , તું મને હમણાં જ માફ કરીદેને !
હું મૃત્યુ પામીશ અને તું મને યાદ કરીશ, જે હું અનુભવી નહીં શકું , તું મને અત્યારે જ યાદ કરને !
હું મૃત્યુ પામીશ અને તને થશે કે મેં તેની એની સાથે થોડો વધારે સમય વિતાવ્યો હોત તો !! તું અત્યારે જ એવું કર ને!..
એટલે જ કહેવાનું મન થાય છે.. કે રાહ ન જુવો..
રાહ જોવામાં ધણી વખત બહુ મોડું થઈ જાય છે..
- લતા હિરાણી..