મન બાંધે, મન છોડાવે
રચના વિશ્વ, મનોભાવે;
મન જ કલ્પના, તરંગો,
રંગતરંગ , જીવન ભાવે;
સ્વપ્ન શીલતા જ સદૈવ,
મનોરથ પૂર્ણ , લોભાવે;
મન જ મિત્ર, બને શત્રુ;
અણસમજુ ને, સતાવે;
મન માંડવે છે ,ઈચ્છાઓ,
જીજીવિષા માં, જગાવે;
મનથી જ મનનો લય કરી,
આનંદ, અનુભૂતિ, કરાવે;