વ્યથા
ગર્ભસ્થ શિશુ, કરે પોકાર
તમસ નો છે મારો ચિત્કાર!
શાને કરાવે તું પરીક્ષણ
મને જગત માં અવતરવા દે
બીજ નો ફણગો ફૂટવા દે
તારી આકૃતિ સર્જવા દે !
હું નથી ફૂલટા કે નથી
હું સાપ નો.ભારો !
છે જગત માં દીકરી નો
પણ મહિમા ન્યારો !!
૭-૪-"૨૦. શુકલ નિશા એચ
*હની* ભુજ કચ્છ.