આકૃતિમાં દેખાતો માણસ પ્રકૃતિમાં ક્યારે થશે?
વિકૃતિમાં રાચતો સામેલ સંસ્કૃતિમાં ક્યારે થશે ?
આકર્ષાયો છે વિદેશી આચરણે નિજતા ભૂલીને,
પુનઃ ઘરવાપસી તરફ માણસ ગતિમાં ક્યારે થશે ?
સાવ વિમુખ થઈ ગયો છે દેશની પરંપરા મૂકીને,
ગરિમા દેશની કાજે વિચારો મતિમાં ક્યારે થશે ?
નથી એકરૂપતા દેખાતી આકૃતિ પ્રકૃતિમાં એની,
ભળતો મહાપુરુષો તણી સંગતિમાં ક્યારે થશે?
હીર ગુમાવી ચૂક્યો છે આખરે ભારત દેશનું એ,
સહભાગી એ દેશની કદી ઉન્નતિમાં ક્યારે થશે ?
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#આકૃત્તિ