કરી લ્યો સિતમ પર સિતમ , ઝખ્મો દઈને,
મરહમી અંદાજ ને, તમારા, ખૂબ જાણું છું
ખરેખર, વજૂદ મિટાવી દીધું છે, મહોબતમાં
વજહ હ્રદયની પ્રેમ ભરી, બહું ખૂબ જાણું છું
ખુશનુમા છે, હર એક પલ, યાદ માં તમારી,
ફુલો પર શબનમી જેવા, બહું ખૂબ જાણું છું
બદલાઈ જતી છોને, રાહ મુસાફરી કરતાં,
મંઝિલ મારા ભીતર ની, બહું ખૂબ જાણું છું
મૌજ દરિયો ભરેલો, ફીણ પરપોટા તો ખરા,
જળ અસ્તિત્વ આપનું, બહું ખૂબ જાણું છું