જો હકીકત સ્વીકારાતી નથી,
તો ભ્રમ માં મને જીવી લેવા દે,
ક્યાં સાથ ચાહુ છું ખુલ્લી આંખે,
શમણાં એ તો સંગે રહેવા દે,
નહીં બનું કાંટો ક્યારેય તારા જીવન નો,
મારા જીવન માં બસ તારી સુવાસ રહેવા દે,
ભૂલ કરી છે મેં તને લાગણીઓ કહી ને,
તારા મૌન ના ઘોંઘાટે મને જજુમવા દે,
વાંક મારો હતો તને કલ્પના સમજી ચાહવાનો,
તો હવે હકીકત એ ચાહત ની વેદના ભોગવવા દે,
આમ તો વીતી જાય છે દિવસો મારા,
તારા સાથે જોડાયેલી તારીખો ને વર્ષોની જેમ વીતવા દે,
મહત્વ નથી કશું જ મારુ તારા જીવન માં,
તું અજાણ કલ્પના છો એમ જ રહેવા દે,
ન ક્યારેય પામીશ તું છો એવી ઝંખના,
તું હતો છો ને રહીશ હૃદયમાં એ ફરી ફરી કહેવા દે.
-મલંગ