Gujarati Quote in Song by Komal Mehta

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓનલાઇન સબંધો...

ક્યારેક એવું પણ બને છે, ઓનલાઇન વાતો તો થાય છે, તેમ છતાં વાતો નથી થતી....

ક્યારેક એવું પણ બને છે, દિવસનાં દસ ડીપી તો બદલાય છે,
અને...
દસ સ્ટેટ્સ તો મુકાય છે, પણ એક મેસેજ નથી થતો.

ક્યારેક એવું પણ બને છે, કે હર એક ટિક ટોક વિડિયો, તને અનુસરીને બનાવે છે, પરંતુ
એ વાત તને ક્યાં કહી શકાય છે.

ક્યારેક એવું પણ બને છે, તમને સમય વિતે અહેસાસ થાય છે,
અને વીતી ગયેલાં સમય પછી કોઈને કંઈ જોઈતું હોતું નથી....

ક્યારેક એવું પણ બને છે, ને કે જે પણ કહેવું છે, એનાં માટે ફોન પણ નથી થઈ શકતો..
ફક્ત દુઃખી છો, કોઈને ખોઈને એવું જતાવતા રહો છો દુનિયાને.

ક્યારેક એવું પણ બને છે કે અહંકાર એટલો મોટો કે, વાત ની શરૂવાત શા માટે મારાથી જ થાય.

ક્યારેક એવું પણ બને છે, વર્ષો થી એક બીજા જોડે વાતો થતી નથી..પરંતુ
સ્ટેટ્સ અને વિડિયો થી લાગણી ઓ દર્શાવાય છે.

ક્યારેક એવું પણ બને છે કે એક બીજી દિશામાં આગળ નીકળી જાય છે.
અને બીજો ત્યાં જ અટકયો હોય છે.

ક્યારેક એવું પણ બને છે નહી...હવે તું તૈયાર છે, અપનાવવા માટે...
પણ સામેવાળા ને એ હવે મંજૂર હોતું નથી.

ક્યારેક એવું પણ બને છે, રાહ જોતા જોતા, મન માં બધું મરી જાય છે.
કોઈપણ આશા હવે બચતી નથી...

ક્યારેક એવું પણ બને છે કે હવે આ લાગણી જીવન કાળમાં મિથ્યા બની ગઈ હોય છે.

ક્યારેક એવું પણ બને કે, તમે આવવામાં બહુજ મોળા પડી ગયા હો.
હવે તમે એ રીતે નથી ગમતાં, હવે તમે બસ એમજ જાણીતાં જેવા જ છો,

ક્યારેક એવું પણ બને કે , હવે.........બસ એમજ....હવે નથી જોયતા તમે આ જીંદગી માં.

ક્યારેક એવું પણ બને કે હવે તમે પણ જીવન નાં પડાવ માં, આગળ વધો,
પાછળ વળીને જોવાનો કોઈ મતલબ નથી હવે....

વીતી ગયેલાં સમય પછી કોઈને કંઈ જોયતું નથી હોતું.

Gujarati Song by Komal Mehta : 111414222
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now