એક દિવસ પતંગિયાએ ફૂલને કહ્યુ હું સ્વાર્થી છું ને ? તારો મધુર રસ ચૂમી લવ છું..
ફુલે કહ્યું અરે પાગલ, તારા માટે તો રસ નું સર્જન છે.તું ન હોત તો આ રસ એમને એમ સુકાય જાત અને હું કદાચ વહેલું મુરજાય જાત. તારું ચુંબન તો મને સજીનવ રાખે છે. એવા પતંગિયાનું શુ થતું હશે જેની આસપાસ કોઈ ફૂલ હોતું નથી અને એવા ફૂલોનું શુ થતું હશે જેની પાસે કોઈ પતંગિયું નહિ હોય? માણસ કયારેક એકલા ફૂલ અથવા તો એકલા પતંગિયા જેવો હોય છે. કાં તો એકલું તરસી જવાનું અને કા તો એકલા ખરી પડવાનું?