બે પ્રેમીઓ હતાં. એક વખત પ્રેમિકાને પૂછ્યું કે તું મારી સાથે મેરેજ કરીશ? પ્રેમિકાએ કહ્યું , ના . હજુ હું તને સમજી શકી નથી. તું જેવો દેખાય છે એવો જ છે કે પછી કંઈક જુદો જ છે . એ હું નક્કી કરી શકતી નથી. હું એવું કહેવા નથી માંગતી કે તું સારો અથવા ખરાબ છે.મને એવું છે કે જેવો છે એવો જ પેશ આવે છે કે કેમ? તું સારો ન હોય તો પણ મને વાંધો નથી. પણ મને તું જેવો છે એવો જ જોઈએ, તું પ્રેમીનું પાત્ર ન ભજવ, જેવો છે એવો રહે.
મને ઈમ્પ્રેસ કરવામાં તું તારી ઓરિજજિનાલિટી ન ગુમાવ. જયારે મને પૂરેપૂરું સમજાશે તું કેવો છે ત્યારે હું તારી સાથે જિંદગી વિતાવવાનો નિર્ણય કરીશ.