From L.M.Panchal.In view of Court’s Verdict to-day on Asaram
✍
પહેલાં આસારામ... પછી રામપાલ... પછી
રાધે માં... અને હવે રામ રહીમ.....
નામ બદલાય... પણ પ્રવૃત્તિ એજ...
પણ હું આમાંથી એકય ને દોષ આપીશ નહીં.
આ લોકોને ઉભા કરનાર કોણ?
આ લોક ના પગમાં કરોડોની સંપત્તિ નાખનાર કોણ?
આ લોક ના સત્સંગ મા પોતાના બૈરા મોકલનાર કોણ?
ગાદી અને પૈસાની મસ્તી માથે ચડાવનાર કોણ?
આવા બાબાઓના પ્રવચનમાં ગરદી કરનાર કોણ?
કોણે આ ધૂતારાઓની નામની આરતી અને ભજન રચ્યા?
આ લોક ના વિરોધમાં અવાજ ઉઠાવનારને ધર્મ ને ડુબાડનાર અધર્મી છે જેવાં આરોપ કરનાર બધાંજ દોષી છે.
પોતાની અક્કલ ગીરવે મૂકી આ લોક ના પગમાં પડનાર દોષી છે.
જેણે આ શૈતાનો મા દેવ જોયા એ બધા જ દોષી છે...
ભણેલા સુશિક્ષિત... એકવીસમી સદીમાં જીવતા લોકો જ્યારે આવા બાબાઓના ચક્કરમાં ફસાય... ત્યારે એમની માનસિક દશાની દયા આવે છે.
આવા હરામખોરોને ખાતર-પાણી આપીને 'મહાવૃક્ષ' બનાવવામાં કઈ બુદ્ધિમાની છે.?
બજારમાં દશ રૂપિયાની કોથમીર લેતા એક એક દાંડી તપાસનારી એક સુશિક્ષિત મહિલા આવા બાબાઓના પગમાં પડતાં પહેલાં એની નિયત કે લાયકાત સમજવાની કોશિશ કરતી નથી.?
ગાડી લેતાં ચાર વાર ટ્રાયલ લેનાર, મોબાઈલ - લેપટોપ લેતા રૅમ /મેમરી /હાર્ડડિસ્ક જોયા વગર હાથ નહીં લગાડનાર આપણો સો કોલ્ડ બુદ્ધિમાન સમાજ પુરુષ આવા બાબાઓ અને માતાઓનાં પગમાં પડતાં જરાપણ તપાસ કરતા નથી....
કેટલી બધી અંધભક્તિ...?
પ્રોબ્લેમ શું છે ખબર?
*આપણે આપણી શ્રધ્ધા અને ભક્તિ સસ્તી કરી નાખી છે.. જે કોઈના પર પણ ઓવારી નાખ્યે...*
*ભગવાનનાં ઠેકેદારો દુકાન માંડીને બેઠા છે. ધર્મના નામની અફીણ રોજ આપણા મગજમાં ઈન્જેંક્ટ કરતાં રહે છે. અને આપણે આપણી બુધ્ધિને નેવે મૂકી લાલ, લીલા, ભગવા કફનીઓ પહેરેલાં બાબા અને માતાઓનાં શરણમાં પડતાં રહીશું...*
જ્યાં સુધી સર્વ સામાન્ય માણસ સારાસારનો વિચાર કરતો નથી... ત્યાં સુધી આ બાબાઓ, માતાઓનાં ભરડામાં ફસાતા રહીશું.
*શ્રી કૃષ્ણે તો સીધું એક જ વાક્યમાં કહ્યું છે કે :*
*‘તારો ઉદ્ધાર તારે તારી જાતે જ કરવાનો છે. અન્ય કોઈ તારો ઉદ્ધાર કરવાનો નથી.*
અંધશ્રદ્ધા થી દૂર રહો. કર્મ હી પૂજા, કર્મ હી દેવતા.
🙏 🌹 આભાર