લાગણીઓના વરસાદની જયાં તૃષા હતી ત્યાં તો શુષ્ક દુકાળ મળ્યો.
જયાં પહોંચ્યા તરસ છીપાવવા લાગણીનો દરિયો સમજીને એ તો મૃગજળ નીકળ્યું.
ભૂલ અમારી જ હતી કે લાગણીના દુકાળમાં ઝાંઝવાનાં જળ પાસે આશા રાખી બેઠા.
ભીંજાયા હતા જયાં મન મુકીને પ્રેમનો લીલો દુકાળ સમજીને
ક્યાં ખબર હતી એ સુકા દુકાળ પહેલાનું માવઠું હતુ.
#દુકાળ