Gujarati Quote in Blog by Khushi Trivedi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ જ મારા પિતા સમાન સસરા ના જન્મદિવસ પર એમને જન્મ દિવસની મુબારક આપું છું એમનું સ્વાછય સારું રહે અને ખૂબ આનંદિત રહે એવી ભગવાન પાસે પા્ર્થના.સમાજમાં,
મા- બાપ વિષે સાસુ વિષે ધણું લખાયું છે,પણ સસરા વિષે લખવાની કોઈ હિંમત નથી કરતાં અને લખાયું એ પણ નકારાત્મક કેમ કે આ સમાજમાં આજે પણ અમુક સંબંધોને નકારાત્મક બાજુ જ જોવામાં આવે છે. પણ કોઈ સકારાત્મક પહેલ કરવી એ આપણા જ હાથમાં છે. કોઈ દિકરી સાસુ સાથે મજાક મસ્તી કરતી હશે તો લોકો કહે છે વહુના રૂપમાં દીકરી મળી ગઈ અને એ જ સસરા સાથે હોય તો લોકો કહે છે આનામાં તો માન મયૉદા જ નથી.આ વિચારોને અને જોવાની દૃષ્ટિમાં બદલાવ ની જરૂર છે. દિકરી કે બાપ શબ્દોનાં ઉપયોગથી બાપ-દિકરી નથી બની જતાં સસરાએ બાપ અને વહુએ દિકરી બનવું પડે છે. અને સમાજમાં આપણે ધરે ધરે આ પહેલ કરીશું ને તો કોઈ દિકરીને સાસરમા મા-બાપની કમી મહેસુસ નહિ વતૉય. અને એ જ પહેલ મે કરેલ મારા પિતા સમાન સસરાની આજે હું પરી છું અને મને કહેતા ગર્વ થાય છે.હું આજ એક નહિ બે બે પિતાની ઢીંગલી છું. મારુ અહીં કેવું એટલું જ છે વિચારો બદલશે તો બનાવો બદલશે.અને દરેક સંબંધને પવિત્ર અને મયૉદિત બનાવો એ આપણા જ હાથમાં છે.પિતા સમાન સસરા આજ મારુ મનોબળ મારો વિશ્વાસ મારુ ગૌરવ છે અને મારા સારા ગુરુ છે. 🙏🙏

Gujarati Blog by Khushi Trivedi : 111413639
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now