વાત છે છપ્પનીયા દુકાળની.અંકલેશ્ર્વર ગામ ગાયકવાડ રાજ્ય માં આવે.આ દુકાળ માં રાજાએ ઢંઢેરો પિટાવ્યો,છે કોઈ મારા રાજને જીવાડનાર? અંકલેશ્વર માં રહેતાં જાતે અનાવિલ બ્રાહ્મણ સુરભાઈ દેસાઈ એ બીડું ઝડપ્યું, હું તમારા રાજને જીવાડીશ.અને અંકલેશ્વર માં આવેલાં પોતાનાં જુવારનાં ગોડાઉન ખુલ્લાં મૂકી દિધા.જેની પાસે પૈસા હોય તેમણે આપ્યાં બાકી હરીહરી.સારુ વરસ આવે ત્યારે આપવાનો વાયદો.એક દેસાઈ બચ્ચો દુ્કાળ માં રાજાની વહારે ધાયો.આ સુરભાઈ દેસાઈ મારા પિતા નાં દાદા.વરસો પહેલાં મારી દાદી નાં મુખે સાંભળેલી સત્ય વાત.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલિમોરા
#દુકાળ