છૂટ છે
ગામ આખે કાંધ દીધી મારાને રિવાજ લાદ્યો તરત કે
આવતા દહાડે પત્થર બની બાકીનુ જીવવાની છૂટ છે
ચાર દિ ની પરણેતર કરતી બંગડી તોડવાની ફરજ ને
લાચાર સમજી ગૈ કે હવે શરત ભોગવવાની છૂટ છે
રોજ મ્હેણાં સાથની એ ફરી ફરી આવી સવાર કરજ છે
થૈ રહ્યું છે તે સઘળું બરાબર છે જ માનવાની છૂટ છે
હેત ઉછીનું પણ નથી મળતું હાલતે ચુકવાતુ કરમ છે
એક એક પળે અભાગણને ગણત્રીનું મરવાની છૂટ છે
રાત ટાણે નથી કોઈ આજુ બાજુ મારી અંગત સફર છે
જાગતા મનગમતા વિચારે લાગણી જાણવાની છૂટ છે----
આરતી બક્ષી.