વિનોદી માણસ બધાને ગમે છે એની ગેરહાજરીમાં બધા એવા માણસને યાદ કરે છે. એ હકીકત છે.પણ વિનોદ નિર્દોષ હોવો જોઈએ
સાથે, સાથે એક વાર વાંચવામાં આવ્યું હતું કે આપણા પ્રાચીન નાટ્યશાસ્ત્રમાં માણસની શારિરીક ખામીને હાસ્યનો વિષય બનાવવાને યોગ્ય માનવામાં આવતું નથી,આ નિર્દેશને આજકાલ મનોરંજનના ક્ષેત્રે ભૂલી જવાયો છે. અને ખૂબ નીચી કક્ષા આવી ગઈ છે યાદ કરો ' મેરે અંગનેમે તુમ્હારા ક્યા કામ હૈ ' જેવાં ગીતોને.
બીજી વાત, આપણા પવિત્ર ગ્રંથોને પણ મજાકો ના વિષય બનાવવામાં આવે છે.કોઇ મુસ્લિમને કુરાનની ખિલ્લી ઉડાવતો
જોયો નથી તેમ કોઇ ખ્રિસ્તીને બાઇબલ ની કિંમત ઘટાડતો
સાંભળ્યો નથી. જે તે કાળને અનુકૂળ એવા મુદ્દા બધા ગ્રંથોમાં હોઇ શકે.ભૂતકાળના વિરાટ વ્યકિતત્વોની ચર્ચા આજના વામણા વ્યક્તિત્વથી કરી શકાય?
--વર્ષા શાહ
#વિનોદી