સમસ્યા તો બધા ને છે જ
એક નાના એવા શહેરની આ વાત છે. શહેરમાં એક નાની એવી લોન્જ હતી. જે લોન્જ રામજીકાકાની હતી. એમની આ લોન્જમાં મોટેભાગે ગરીબો જ જમવા આવતા. રામજીકાકા તેમને પ્રેમથી જમાડતા, અને કદાચ રામજીકાકા પણ આ લોન્જ ગરીબોને સાવ સસ્તું જમવાનું મળી રહે એવા હેતુથી જ ચલાવતા હશે.
રામજીકાકાની આ લૉન્જમાં બધુ જ જમવાનું ખૂબ સસ્તુંં મળી રહેતું, પરિણામે ગરીબોની ભીડ વધુ રહેતી.
એક વખત ઉનાળાની કાળજાળ ગરમીમાં, બપોરના સમયે એક ગરીબ કાકા જમવા આવે છે. ચેહરા ઉપરથી એવું લાગતું હતું કે ખૂબ કામ કરીને થાકીને જમવા આવ્યા લાગે છે. પરંતુ આ ગરીબ કાકાને ઓર્ડર આપતા જોઈ એવું લાગ્યું કે જમવું વધારે હતું પણ એમની પાસે પૂરતા પૈસા નોતા. તેથી 'તે દરેક વસ્તુની કિંમત જોઈને જમતા હતા' એવું મને લાગ્યું.
થોડા સમય પછી એક મારા મિત્રની હોટેલે જવાનું થયું. હોટેલ થોડી મોટી હોવાથી ત્યાં થોડી મોટા માણસોની સંખ્યા રહેતી. ત્યાંજ એક સ્પોર્ટ્સ બાઇક ચલાવતા એક ભાઈ આવ્યા. એને જોતા જ એવું લાગતું હતું કે એને પૈસાની કોઈ જ કમિ નથી.
તે બાઇક પાર્ક કરીને એક ટેબલ પર બેઠા પછી તે ઓર્ડર આપતા હતા પરંતુ તે ઓર્ડર આપતાની સાથે કંઇક પોતાના મોબાઈલમાં ચેક કરતા હોય એવું મને લાગ્યું.
અંતે તે ભાઇએ જમી લીધા પછી, તે કાઉન્ટર પર બિલ ચૂકવવા આવ્યા ત્યારે મેં તેમની સાથે થોડી વાતો કરી તે ભાઈને પૂછ્યું કે, 'તમે ઓર્ડર આપતા હતા ત્યારે મોબાઈલમાં શુ ચેક કરતા હતા?' મારે જરા જાણવું છે.
તો તેમણે મને જણાવ્યું કે, શરીરને બેલેન્સ રાખવા હું જીમ જાવ છું તેથી, 'હું ખાવાની દરેક વસ્તુ કૅલરી જોઈને જમુ છું'.
સાર :
અંતમાં ઉપરની બંને હોટેલની ઘટના પરથી સમજાય છે કે, ગરીબ માણસો પૈસાના પ્રોબ્લેમથી મનગમતું જમી નથી શકતા અને અમીર માણસો કૅલરી વધી જવાના પ્રોબ્લેમથી મનગમતું જમી નથી શકતા.
મતલબ
કોઈને કિંમત જોઈને જમવું પડે છે ,
અને
કોઈને કૅલરી જોઈને જમવું પડે છે.
સમસ્યા તો બધા ને છે જ...
અંતમાં જાણવા મળે છે કે, તમે ગરીબ હોવ કે અમિર સમસ્યા તો બધી પરિસ્થિતિમાં છે જ, માટે જિંદગી મળી છે તો તેને ગમે એ પરિસ્થિતિમાં મોજથી માંણો...
જય હિન્દ
વાંચવા બદલ તમારો આભાર