મારું એ પ્રિય પુસ્તક છે ' સત્યના પ્રયોગો '
હાથવગું બસ હસ્તક છે ' સત્યના પ્રયોગો '
આત્મકથા છે ગાંધીબાપુની વર્ણવાયેલી,
પાનેપાને એની દસ્તક છે ' સત્યના પ્રયોગો '
માનવમનની નબળાઈને ગતિની વાત છે,
જાણે બાપુ મરક મરક છે ' સત્યના પ્રયોગો '
કબૂલાતને એકરારનામું છે નીતરતું શબ્દે,
અન્યને એમાં ઘણો ફરક છે ' સત્યના પ્રયોગો'
જીવન જીવવાની જાણે જડીબૂટી જ જડી,
સુધરવાની મળતી એમાં તક છે ' સત્યના પ્રયોગો'
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.