Gujarati Quote in Poem by Sagar Oza

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# તમારે ત્યાં કેમ છે?
વાત જાણે કે એમ છે, અહીંયા બધુ'ય હેમખેમ છે
તમારે ત્યાં કેમ છે?

આંખોથી આંખો નથી મળી, અને તમે કહો છો પ્રેમ છે!
હું હજુય જીવું છું તારામાં, એવો મને પણ વ્હેમ છે
તમારે ત્યાં કેમ છે?

કોઈકને સેવાની નેમ છે, તો વળી કોઈકને જોઈએ ફેમ છે
સૌનું જીવન આમતેમ છે
તમારે ત્યાં કેમ છે?

આંખોમાં ઊંઘ નથી, વળી મનમાં ચડ્યું ઘેન છે
લટાર મારવા અહીંયા કૈક ભાઇઓ પણ બની ગ્યા બહેન છે
તમારે ત્યાં કેમ છે?

કાગળ મારો કોરો ને ખાલીખમ પેન છે
પ્યારો બાબુ અને ડીયર સોના, બન્ને અત્યારે કવોરેન્ટેન છે
તમારે ત્યાં કેમ છે?

મળતા નથી કોઈ એકબીજાને
પણ સરનામું બધાંયનું સેમ ટુ સેમ છે
તમારે ત્યાં કેમ છે?

અમર થવું'તું ને? હાલમાં તો જીવવાનાં'ય ફાંફા પડી ગ્યા
માણસ, તારે પણ ગજબનો આ ટેમ છે
તમારે ત્યાં કેમ છે?

થાય પ્રશ્ન, હે ઇશ્વર તારા રાજમાં આવુ કેમ છે?
થઈ જશે સારુ, અત્યારે તો વાગી ગયુ ઢંનટણેન છે
તમારે ત્યાં કેમ છે?

©સા. બી.ઓઝા
240420200640

Gujarati Poem by Sagar Oza : 111410602
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now