તું કોણ???
જીવનમાં આપણા,સુખ દુખનિ તો નિત્ય રહેશે આવન જાવન
પણ સુખ દુખ માં કરે મદદ એને વંદન, એ છે પાવન
બીજાના સુખ માં થાય જે ખુશ અને સુખી,
રહે એના હોઠો પર સ્મિત, જેમ કે, એક સૂર્યમુખી
ઇન્સાન એજ, જે પરદુખ માં પણ થાય દુખી.
માનવ સાચ્ચો એજ જે હોય એકમુખી,
જે વિચારે એજ બોલે અને કરે, એને કેહવાય સાચો માનવ.
હર માનવ માં હોય છે અંશ; છે ઍ થોડો ઇશ્વર, થોડો દાનવ.
હાથમાં છે બધું તારા; બનવું છે કોણ તને ?
હું તો છું બસ એક સામાન્ય માનવ, બનવું નથી બીજું કોઈ મને .
Armin Dutia Motashaw