બદલાઈ રહ્યો છે સમય અને એ સમય ભેળી રહ્યો છે આજકાલ માણસોને એની સાથે,
રાત્રી હવે ક્યાં રાત જેવી લાગે છે , અને જાણે દિવસ તો વાવણી કર્યા પછી પાક લણી લઈએ અને પછી જેમ ખેતર સુકું ભઠ પડ્યું હોય ને એવો દિવસ હોય છે.અચાનક બધું ઠપ થઈ રહ્યું છે જીંદગીમાં..
બપોર પડતાં ખાઈ લેવાનું અને ફરી એજ ઘડઘડ...ઘડ કરતાં અને ઘટાધાર લૂ નાખતા પંખાની નીચી ઘટ..ઘટાટ હુઈ જવાનું..
હવે મોબાઇલ પર ફરતી આ આંગળીઓ પણ ધ્રુજે છે , કહે છે આમ નહીં ફાવે હવે રોજ.કોઈ જ સોગ નથી રહ્યો ,જે ગાયન ( ગીત ) હંમેશા પ્રિય હતાં એ હવે ઘોંઘાટ બની રહ્યા છે હળવે હળવે...
હવે એવું પ્રતીત થાય છે કે જાણે સમય એક જ જગ્યાએ સ્થિર થઈ બેઠો છે ,અને આ દુનિયાથી કંટાળીને આરામ કરવા થંભી ગ્યો હોય ને એવું લાગે છે...
સમયે જાણે સ્ટેચ્યુ કિધું હોય અને થો કરવાનો થોડોય કષ્ટ ન લેતો હોય એવું લાગે છે
#Gujarati #lockdown