કિંમત, શબ્દ જોઈને જ પહેલાં તો રૂપિયા જ દેખાય. પરંતુ કોઈ વ્યક્તિ કંઇક સારુ કરે, કોઈની મદદ કરે એને સામે કદર થાય ને તો પણ એને એવું લાગે કે એની કોઈ કિંમત કરવામાં આવી છે.
અમુક વખતે કદર રૂપિયા પૈસાથી નહીં પરંતુ વખાણ નાં બે શબ્દો કહેવાથી પણ થતી હોય છે.
માનો પ્રેમ - કોણ એની કિંમત ચૂકવવા સક્ષમ છે? પિતાનું બલિદાન - કોની તાકાત છે કે એની કિંમત ચૂકવીને બતાવે? બાળકની નિર્દોષતા - કોઈ કિંમત નથી.
માટે જ દરેક વખતે આર્થિક રીતે સધ્ધર થવાથી કિંમત નથી વધતી, ક્યારેક પ્રશંસાનાં બે શબ્દો પણ આપણી અને સામેવાળાની કિંમત વધારી દે છે.
સામેથી આવતા કોઇક ગરીબ બાળકને પ્રેમથી smile આપશો ને તો પણ તમારી કિંમત આપોઆપ વધી જશે.
રાધા અને મીરા જો કૃષ્ણ એમની કિંમત કરે એની રાહ જોઈને બેસી રહ્યાં હોત ને તો આજે કોઈ એમને યાદ જ ન કરતે. એમનો પ્રેમ જ અણમોલ છે. સુદામાનાં પ્રેમની જો કિંમત ચૂકવી શકાતી હોતે ને તો દ્વારિકાનો સ્વામી એનાં પગ ધોવા ન જતે.
અંતે, જ્યારે સામેવાળા પાસે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર આપણે નિષ્ઠાપૂર્વક આપણી ફરજ નિભાવી લઇએ ને તો બીજાની તો ખબર નથી પણ પોતાની નજરમાં કિંમત અણમોલ થઈ જાય છે.
#કિંમત