હમણાં જ વર્લ્ડ બુક દિવસ ગયો.
શિવા ટ્રાયોલોજીનો ત્રીજો ભાગ આજે પૂરો કર્યો. બુક રીવ્યુ તો હું શું આપી શકું. આપ સહુ જાણો જ છો. પણ થોડા શબ્દો કહીશ કે ભારતીય સાહિત્ય પહેલાથી જ ખૂબ સમૃદ્ધ રહ્યું છે અને રહેશે. હાલ તે ઉતરોતર વૃધ્ધિ પામી રહ્યું છે. કેટલાય વિદેશી આક્રમણો ભારત પર થયા અને ઘણું બધું લુંટી ગયા. પણ આપણી પાસે આપણી ધરોહર આપણું સાહિત્ય અકબંધ છે. જે મહાન લોકો દ્વારા તેમની રચના અને હજારો વર્ષોથી સંગ્રહિત કરવામાં આવ્યું છે તેમને ખુબ ખુબ પ્રણામ છે. એ જ પૌરાણીક સાહિત્યમાંથી નિચોડ લઈ નવી કૃતિઓની રચના કરનારને પણ ધન્યવાદ છે...જે આજની યુવા પેઢી માટે નવું પ્રદાન કરવાની તેમની ક્ષમતા ને જાગૃત કરે છે...અંતમાં ફક્ત એટલું જ કહીશ...
જે લોકો વિદેશી સાહિત્યને બહોળા પ્રમાણમાં પ્રચાર કરે છે અને તેને જ શ્રેષ્ઠ માને છે. તેઓ શું ભારતીય સાહિત્ય વિશે પૂરતા પ્રમાણમાં જાણે છે...? તમારું શું કહેવું છે આ બાબતે...?
(નોંધ.- કોઈપણ પ્રકારના સાહિત્યની નિંદા કરવામાટે આ પોસ્ટ નથી મુકી. ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય પ્રત્યે લોકો જાગૃતિ કેળવે તે હેતુ ઇચ્છિત છે. )