Gujarati Quote in Shayri by Pravin..

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ ~

સાંજ ઢળતાં યાદમાં રોતી હતી એ છોકરી,
બે અનોખી છીપમાં મોતી હતી એ છોકરી.

કાગડો બોલ્યો હતો કે આવશે – બસ આવશે,
વાટ ઘરના ઉંબરે જોતી હતી એ છોકરી.

મોકલ્યો કાગળ હતો જે યાદનો, એ ના મળ્યો,
વેદની ઋચા હતી, જ્યોતિ હતી એ છોકરી.

છેહ દીધો આખરે ને તેં વચન પાળ્યું નહીં,
ને કહે છે તું હવે, ખોટી હતી એ છોકરી?

રંગ-રૂપે ખૂબસૂરત, આમ એ નમણી હતી,
છોકરીની જાતમાં, નોખી હતી એ છોકરી.
©દિનેશ દેસાઈ

Gujarati Shayri by Pravin.. : 111409478
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now