તેણે મને પુછ્યુ કે મારા સંબંધિત તારા જીવન માં શું છે?
મે કહ્યુ કે તારી યાદો છે,
તેણે મને પુછ્યુ કે મારા સંબંધિત
તારા હૃદયમાં પ્રેમ કેટલો?
મે કહ્યુ કે કૃષ્ણ ના હૃદય માં રાધા જેટલો,
તેણે મને પુછ્યુ કે મારા સંબંધિત
મારી યાદો કેટલી?
મે કહ્યુ કે આકાશ માં સિતારા જેટલી,
તેણે મને પુછ્યુ કે મારા સંબંધિત
તારા જીવનમાં જગ્યા કેટલી?
મે કહ્યુ કે આ પૃથ્વી ના ક્ષેત્રફળ જેટલી,
તેણે મને પુછ્યુ કે મારા સંબંધિત
તારા જીવનમાં નફરત કેટલી?
મે કહ્યુ કે રેતી ના એક કણ જેટલી,
તેણે મને પુછ્યુ કે મારા સંબંધિત
તારા જીવન માં જરૂર કેટલી?
મે કહ્યુ કે પક્ષી ઊડવા માટે જરૂરી પાંખ જેટલી...
#સંબંધિત
લી:જય મોદી