#સંબંધિત
તારા સંબંધિત હોય તો ગમે મને એ વાત,
મારા સંબંધિત હોય તો હું સાંભળુ નહીં!
તારા સંબંધિત થોડા ખુલાસા કર તું ચાલ,
મારા સંબંધિત હું કશું જ બોલવાની નહીં!
તારા સંબંધિત એ જો બોલે આટલું યે તો,
મારા સંબંધિત કોઇ રાખી શકે સંબંધ નહીં!
તારા સંબંધિત લાગણી મારી છે જગજાહેર,
મારા સંબંધિત લાગણી તારી તું કહે કેમ નહી?
---નૃતિ શાહ