જરા માટીની, ભીની સુગંધ લઈએ,
વર્ષા રાણીની , આવ ભગત કરીએ;
ખરો ખેલ છે કુદરતી, ફરતુ ફુન્દરડી,
વરાળથી, વાદળી માં ,જળ ભરીએ;
લીલી છમ ધરતીને, મેઘધનુષ પશ્ચિમે,
પ્રકાશ પાણી ને, ચાલો રંગીન કરીએ;
ફટાફટ ફોરાં ઝીલી, મુખ માંહી ચાલો,
પલળતા પલળતા, વર્ષા ગાન કરીએ;
ખાવાના ભજીયા, છોડી દઈ કજીયા,
આનંદ ઉલ્લાસથી, દિલ રંગીન કરીએ;
========================