એક તાર બસ, તાર તાર કરી દે,
મનને શૂન્યમાં, એકવાર કરી દે;
છોને લુટાઈ જતું, જગતનું સુખ,
દુઃખ દર્દ ક્ષણિકતા , પાર કરી દે;
સંવેદના ઠાલવી દઈ, કોરાણે તું,
વિસંવાદની હદ, ઉપર વાર કરી દે;
ઠોસ કશુંય છે નહિ, ઢોલમાં પોલ,
પરિવર્તન જિંદગી ,એકવાર કરી દે;
આનંદ પામી જ લેવાનો અબઘડી,
દુઃખદર્દ સઘળા તું, લગાર કરી દે;
=====================